આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાંકાનેરમાં વિજ્ઞાનના પ્રયોગોનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન મંથ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં સી.કે. શાહ પ્રાથમિક વિદ્યાલય વાંકાનેર ખાતે વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારિત વિવિધ પ્રયોગો, રોકેટ વિજ્ઞાન તથા રમતા રમતા વિજ્ઞાન જેવા પ્રયોગો સ્કૂલનાં વિધાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.

આ પ્રોગ્રામને સફળ બનાવવા સ્કૂલ નાં ટ્રસ્ટીઓ તથા આચાર્યા ત્રિવેદી, મમતાબેન પંડ્યા તેમજ શિક્ષકો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તરફથી દિપેનભાઈ ભટ્ટ દ્વારા સફળ રજુઆત કરાઈ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text