બોગસ ટોલનાકાકાંડમાં બે આરોપીઓ જેલહવાલે

- text


બે આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશથી જેલહવાલે કરાયા

મોરબી : બામણબોર – કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં લાંબા સમયગાળા બાદ ઝડપાયેલા બે આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશ મુજબ બન્નેને જેલહવાલે કરાયા છે.

- text

વાંકનેર તાલુકાના વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના અગ્રણી જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં એલસીબીએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા બાદ 3 દિવસના રિમાન્ડ પુરા થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો છે.

- text