ઘીયાવડ પ્રા. શાળાની છાત્રાઓનું ઓપન રાજકોટ કરાટે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન

- text


મોરબી : ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોટોકાન કરાટે યુનાઇટેડ (ISKU)રાજકોટ દ્વારા સંકલિત અને ટેક્નોફાઈટ માર્શલઆર્ટ એકેડમી રાજકોટ દ્વારા આયોજિત “ઓપન રાજકોટ શહેર કરાટે ટુર્નામેન્ટ 2023 “નું સ્પોર્ટ્સ કોમપ્લેક્સ રાજકોટ ખાતે આયોજન થયું હતું.જેમાં ઘીયાવડ પ્રા. શાળા સીઆરસી જુના કણકોટ તા.વાંકાનેરની વિદ્યાર્થીનીઓ બંસી રસિકભાઈ વાઘેલા ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

જ્યારે દક્ષા જીવરાજભાઈ વનાણી અને સેજલ સંજયભાઈ ચૌહાણ એ સિલ્વર મેડલ તથા આકાશી અરવિંદભાઈ ચૌહાણ અને ક્રિષ્ના મજબૂતસિંહ ઝાલા એ બ્રોન્ઝ મેડલ જીતીને શાળા, માતા-પિતા અને સમગ્ર ઘીયાવડ ગામનું ગૌરવ વધારેલ છે. તેમને કરાટે તાલીમ શાળાના શિક્ષિકા સેનસાઈ નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમારએ આપેલી હતી. સરકારી શાળાની કન્યાઓની આ સિદ્ધિ સ્વરક્ષણ તાલીમના ભાગરૂપે ખૂબ જ પ્રશંસનીય છે. તેમ જણાવાયું છે.

- text

- text