લક્ષ્મીનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ઉમળકાભેર સ્વાગત

- text


ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવ માટે નિદર્શન પણ કરાયુ

મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુસર શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નુ ગામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

આ કાર્યક્રમમા વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ કર્યુ તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રીજેશભાઇ મેરજા તેમજ જીલ્લા મહામંત્રી કે એસ અમૃતિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, તાલુકા પંચાયત સભ્ય હર્ષદભાઇ, તાલુકા વિકાસ અધિકારી પી એસ ડાંગર, તાલુકા શિક્ષણ અધિકારી ગરચરભાઇ, હંસરાજભાઇ પાચોટીયા, બાલકૃષ્ણભાઈ વિરસોડિયા , વિઠલભાઇ, લવજીભાઇ ભંખોડીયા, દુર્લભજી ભાઇ સિતાપરાએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા સરપંચ, તલાટી મંત્રી ,અધિકારીઓ તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિતીમા ખેતરમાં ખેડુતોની રુબરુમાં ડ્રોનથી દવા છંટકાવ માટે નિદર્શન કરાયુ તેમજ ડ્રોનથી દવા છંટકાવ ના લાભો જણાવ્યા હતા.

- text

- text