મોરબીમાં યુવાન પર છરીથી હુમલો કરી લૂંટી લેવાયો, બે સામે ગુનો દાખલ

- text


જીવવું હોય તો પૈસા આપી દે તેમ કહેતા યુવાને પૈસા આપવાની ના પાડતા છરી ઝીકી, ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનની પાછળ યુવાનના બાઇક આંતરીને બે શખ્સોએ જીવવું હોય તો જેટલા રૂપિયા હોય એટલા આપી દેવાનું કહેતા યુવાને પૈસા ન હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ તેની પર છરીથી હુમલો કરી તેના પાકીટમાંથી બારથી તેર હજાર રોકડાની લૂંટ ચલાવી મોબાઈલ અને બાઇકમાં નુકસાન કરીને ફરાર થઈ ગયા હતા. આથી ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેણે આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મોરબીના વીસીપરા અંદર આવેલ રોહિદાસપરામાં રહેતા કિશોરભાઈ મનુભાઈ ચાવડાએ આરોપી અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઇ જેડા, અલ્યાસ ઉર્ફે ભીમો હુશેનભાઈ સુમરા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.9ના રોજ પોતાના ઘરે આવેલા મિત્ર ઉમંગને કિશોરભાઈ મનુભાઈ ચાવડાએ પોતાના બાઇકમાં બેસાડી રેલવે સ્ટેશને મૂકીને સાંજે 7-30 વાગ્યાની આસપાસ પરત ઘરે આવી રહ્યા હોય ત્યારે રેલવે સ્ટેશનની પાછળ ખાડા વિસ્તારમાં આરોપીઓએ પોતાનું બાઇક કિશોરભાઈના બાઇક આડે ઉભું રાખી બાઇકને પાટુ મારી તેમને નીચે પછાડી બોલાચાલી કરી તારી પાસે જેટલા રૂપિયા હોય એટલા રૂપિયા આપી દે તેમ કહેતા કિશોરભાઈએ મારી પાસે રૂપિયા નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપી અલતાફે પેન્ટના નેફામાંથી છરી કાઢી તેમજ બીજા આરોપી ઇલ્યાસે તેઓને પકડી તેમના ખિસ્સામાંથી પાકીટ કાઢી લેતા પાકીટ પાછું લેવા જતા કિશોરભાઈને અલતાફે છરી ઝીકી બંને શખ્સોએ ઢીકાપાટુનો માર મારી તેમના બાઇક અને મોબાઈલમાં નુકસાન કરતા ફરિયાદીએ રાડો પડતા ઉમંગ સહિતના મિત્રોએ આવીને વધુ મારથી બચાવતા અંતે બન્ને આરોપીઓ રૂ.12થી 13 હજારની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. બાદમાં યુવનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા ત્યાં તેણે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી.

- text

- text