મોરબીમાં દિવાળીના પર્વનો અનેરો ઉત્સાહ : બજારોમાં ખરીદી માટે ચિક્કાર ભીડ

- text


મોરબી : મોરબીમાં દિવાળીના તહેવારો શરૂ થતાં લોકો ખરીદી માટે ઉમટી પડતા બજારોમાં ભારે ભીડ રહી હતો. તેમાંય આજે કાળી ચૌદશએ બજારો ભરચકક રહી હતી. બજારોમાં ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડતા પગ મુકવાની જગ્યા જ ન બચી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ છેલ્લી ઘડી સુધી મન મુકીને કપડાં, સોનાના દાગીના, મુખવાસ, ફટાકડા સહિતની તમામ ચીજવસ્તુઓનું બમ્પર શોપિંગ કર્યું હતું.

- text

મોરબીમાં પ્રકાશન પર્વ દીપાવલી પર્વને લઈને તમામ લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. બજારોમાં ભવ્ય રોનક છવાઈ ગઈ છે. આજે કાળી ચૌદશે તમામ બજારોમાં પગ મુકવાની જગ્યા ન બચી હોય તેટલી ભીડ ઉમટી પડી હતી અને લોકોએ મન મૂકીને દિવાળીનું બમ્પર શોપિંગ કરતા તમામ વેપારીઓના હૈયા પુલકિત થઈ ગયા હતા. દીપાવલી પર્વ પર રોશનીનું ભારે મહત્વ હોવાથી લોકો ઘર, ઓફીસ, દુકાન તેમજ જાહેર સ્થળોને અદભુત રોશનીથી સજાવી દીધા છે. મોરબીની તમામ મુખ્ય બજારો પર વેપારીઓએ દુકાનો, શોપિંગ મોલ સહિતના સ્થળોને દિવ્ય રોશની ઝળહળતા કરી દેતા જ્યાં જુઓ ત્યાં રાત્રે રોશનીનો અદભુત નઝારો જોવા મળે છે.જાહેર ઇમારતો અને સૌથી વધુ પોરોણીક રામ મહેલ મંદિરને રોશનીનો અદભુત શણગાર કરતા આ મંદિર રાત્રે દિપી ઉઠ્યું છે.આથી મોરબી શહેરની મોટાભાગની જગ્યાને રોશની સજાવી દેતા ભવ્ય નઝારો સર્જાયો છે. તેથી લોકોના દિલો દિમાગ પર દિવાળી ફેસ્ટિવલની ખુશીઓનો નશો છવાઈ ગયો છે.

- text