મોરબીના બેલા રંગપર ગામે વૃધ્ધાના ઘરમાં ઘુસી હિચકારો હુમલો 

- text


ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મુકવાની ના પાડતા માથાભારે શખ્સે બે મહિલાઓ ઉપર હુમલો કર્યો 

મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામે ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મુકવાની ના પાડતા માથાભારે શખ્સે મહિલાના ઘરમાં ઘુસી હુમલો કરી વચ્ચે છોડાવવા પડેલ મહિલાને પણ ઝાપટ ઝીકી દેતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામે કૂવાની સામે વાળી શેરીમાં રહેતા રતીબેન કાનાભાઇ ટમારીયા ઉ.64 નામના વૃધ્ધાએ પોતાની ભેંસ બાંધવાની પડતર જગ્યામાં પાડોશમાં રહેતા આરોપી વસીમ ઓસમાણભાઇ નારેજાએ વસ્તુઓ મૂકી હોવાથી વસ્તુઓ મુકવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી વસીમ ઓસમાણભાઇ નારેજાએ રતીબેનના ઘરમાં ઘુસી ઢીંકાપાટુનો મુંઢ માર મારી ડાબો હાથ મરડી ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર કરી નાખ્યું હતું અને બાદમાં આ ઝઘડામાં છોડવવા આવેલ રતીબેનના બેન બબુબહેનને પણ આરોપીએ ઝાપટ મારી દેતા બનાવ અંગે રતીબેન કાનાભાઇ ટમારીયાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text