મોરબીના ટીમ્બડી પાટિયા નજીક કન્ટેનર હડફેટે રસ્તો ઓળંગી રહેલા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના ટીમ્બડી ગામના પાટિયા નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને કન્ટેનર ટ્રકના ચાલકે હડફેટે લેતા રાજસ્થાનના વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ટીમ્બડી ગામના પાટિયા નજીક અશ્વમેઘ હોટેલ સામે હાઈવે રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલા રાજસ્થાનના વતની મુકેશભાઈ રામદેવા મીના ઉ.30 નામના યુવાનને ટ્રક કન્ટેનર નંબર GJ-12-BZ-3074ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી ટ્રક ચાલક કન્ટેનર રેઢું મૂકી નાસી જતા મૃતકના ભત્રીજા વિક્રમભાઈ જગદીશભાઈ મીનાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text