મોરબીના બંધુનગર નજીક વિચિત્ર ઘટનામાં દાઝી ગયેલ યુવતીનું મૃત્યુ 

- text


ગેસ ઉપર દાળ બનાવા મૂકી કેરોસીનની બોટલ જોરથી ખોલવા જતા શરીરે કેરોસીન ઉડ્યું અને મૃત્યુ મળ્યું 

મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં સેનેટરીવેર કારખાનામાં લેબર ક્વાટર્સમાં રહેતી યુવતીનું વિચિત્ર ઘટનામાં દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બંધુનગર નજીક આવેલ સોનમ સેનેટરીવેર કારખાનાની મજુર ઓરડીમાં રહેતી કાશીફાબેન રફીકભાઇ પઠાણ ઉ.19 નામની યુવતીને ભૂખ લાગી હોવાથી ગેસના ચૂલા ઉપર દાળ બનાવવા મૂકી હતી. આ સમયે પોતે પોતા કરવા માટે ફિનાઈલ ન હોવાથી પાણીમાં કેરોસીન નાખવા માટે કેરોસીનની બોટલ ખોલવા જતા જોરથી બોટલ ખોલવાના પ્રયાસમાં કેરોસીનની બોટલમાંથી ડ્રેસની ચૂંદડી ઉપર કેરોસીન ઉડ્યું હતું અને બાદમાં ચુંદડીનો છેડો પવનના લીધે ગેસ તરફ જતા ગેસના ચુલામાં ચુંદડી સળગતા આગ લાગતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ મોરબી સમર્પણ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text