હળવદના મયુરનગર ગામે શાળામાં બાંધકામ કરતી વખતે નીચે પટકાતા શ્રમિકનું મૃત્યુ 

- text


હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે પ્રાથમિક શાળામાં બાંધકામ કરતી વખતે 30થી 35 ફૂટની ઉંચાઈથી પગ લપસી જતા નીચે પટકાતા મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ધોલ્લાવ ગામના વતની અને હાલમાં મયુરનગર ગામે રહેતા ભીખાભાઇ મડીયાભાઇ મોહનીયા ઉ.27નું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text