મોરબીના નીચીમાંડલ ગામે કુવામાં પડી જતા શ્રમિકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલ નોકેન સીરામીક કારખાનાના લેબર ક્વાટર્સમાં રહેતા મૂળ કરોલી રાજસ્થાનના વતની રાજેશભાઇ રામકૃષ્ણભાઇ ગુર્જર ઉ.31 નામના યુવાનનું કારખાનાની સામે આવેલ વાડીના કુવામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text