મોરબીના છાત્રાલય રોડ અને માધાપરમાંથી બે યુવાન વિદેશી દારૂ સાથે ઝડપાયા 

- text


સીટી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં આઠ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં કન્યા છત્રાલય રોડ તેમજ માધાપર વિસ્તારમાંથી બે યુવાનોને વિદેશી દારૂની ચાર-ચાર બોટલ સાથે પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના માધાપર શેરીનં.22મા રહેતા આરોપી સ્મીતભાઇ ઉર્ફે સાહીલ હિતેષભાઇ વિઠલાપરાને ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ચાર બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લીધો હતો. જયારે બીજા દરોડામાં કન્યા છત્રાલય રોડ ઉપરથી આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખ્ખર રહે.કિષ્ના સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને બ્લેન્ડર્સ પ્રાઈડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની ચાર બોટલ કિંમત રૂપિયા 4000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text