પરવાનગી વગર મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ કરવું અપરાધ 

- text


છત્તીસગઢ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

મોરબી : હાલમાં મોબાઈલ ફોનમાં કોલ રેકોર્ડિંગ કરી કોઈપણ વ્યક્તિની વાતચીત વાયરલ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપી મોબાઈલમાં વ્યક્તિની પરવાનગી વગર કોલ રેકોર્ડિંગને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની જોગવાઈ મુજબ અપરાધિક કૃત્ય ગણવા હુકમ કરી પત્ની કે પ્રેમિકાના કોલ રેકોર્ડ નહિ કરી શકાતા હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

ખબર છે ડોટ કોમના અહેવાલ મુજબ છત્તીસગઢ હાઈકોર્ટે મોબાઈલ કોલ રેકોર્ડિંગને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમજ IT એક્ટની કલમ 72 હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે બોયફ્રેન્ડ કે પતિ તેની ગર્લફ્રેન્ડ કે પત્નીના કોલ રેકોર્ડ કરી શકતા નથી. આ બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. આ ઉપરાંત કોલ રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારવાનો પણ ઈન્કાર કરવામાં આવ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ કોલ રેકોર્ડિંગના મામલામાં ગોપનીયતાના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે.

IT એક્ટ-2000ની કલમ 72 હેઠળ, કોઈપણ વ્યક્તિ પરવાનગી વિના ઈલેક્ટ્રોનિક ઉપકરણ પર કોઈપણ વ્યક્તિગત વાતચીત રેકોર્ડ કરી શકતી નથી. સાથે જ તેને સાર્વજનિક પણ કરી શકતા નથી. આમ કરવું એ ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન છે.

- text

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડ ફીચર પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યું છે. આ માટે થર્ડ પાર્ટી એપની જરૂર છે. જ્યારે iOS સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડ ફીચર ઉપલબ્ધ નથી, જોકે વોઈસ મોમોનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેના દ્વારા તમે કોઈની સાથે વાતચીત રેકોર્ડ કરી શકો છો, પરંતુ કોલ રેકોર્ડનો વિકલ્પ ઉપલબ્ધ નથી.

મામલો એવો છે કે, ભરણપોષણ સંબંધિત કેસમાં એક પક્ષકારે ફેમિલી કોર્ટમાં પુરાવા તરીકે ફોન કોલ રેકોર્ડિંગ રજૂ કર્યું હતું. પુરાવા સ્વીકારવામાં આવ્યા હતા અને તેના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજા પક્ષે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે પરવાનગી વિના ટેલિફોન વાતચીતનું રેકોર્ડિંગ ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

- text