મોરબીમાં સાવકી પુત્રી ઉપર દુષ્કર્મ ગુજરાનાર પિતાને 20 વર્ષની કેદ

- text


મોરબીના રંગપર ગામની સીમમાં બનેલ બનાવ અંગે નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટનો ચુકાદો

મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં સાવકા બાપે પિતા પુત્રીના સંબંધો શર્મ સાર કરી દુષ્કર્મ ગુજારતા આ ગંભીર કિસ્સામાં નામદાર મોરબી સ્પેશિયલ પોકસો અદાલતે આરોપી સાવકા બાપને 20 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારી ભોગ બનનાર માટે 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

- text

મોરબી તાલુકામાં વર્ષ 2022મા બનેલા ગંભીર કેસ અંગેની ટૂંકી વિગત જોઈએ તો રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા ગત તા.6/10/2022ના રોજ આરોપી રવિરાજ રાજેન્દ્રભાઈ થરેશાએ તેની સાડા પાંચ વર્ષની પુત્રીને બાજુના લેબર કવાટર્સમા લઈ જઈ દુષ્કર્મ ગુજારતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાયો હતો. જે અંગેનો કેસ નામદાર મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા એડવોકેટ નિરજભાઈ ડી.કારીયાની દલીલો અને 13 મૌખિક તેમજ 37 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા તેમજ 20 હજારનો દંડ ફટકારી ભોગ બનનારને રૂ.4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

- text