મોરબીમાં કારનો હપ્તો ભરવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો 

- text


ટાઈલ્સના વેપારી યુવાને ક્રેટા કાર વેચ્યા બાદ આરોપીને હપ્તો ભરવાનું કહેતા ડખ્ખો 

મોરબી : મોરબીમાં ટાઈલ્સના વેપારીએ પોતાની કાર વેચ્યા બાદ આરોપીએ સમયસર હપ્તો ન ભરતા હપ્તો બાઉન્સ થયો હોય નાણાં ભરવાનું કહેતા ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કરી યુવાનને છરીનો ઘા ઝીકી દેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક નજીક રામજી શેરીમાં રહેતા વિરલભાઇ જગદીશભાઇ મીરાણી નામના ટાઈલ્સના વેપારીએ પોતાની ક્રેટા કાર વિસીપરામાં રહેતા સીકંદર મોવરને વેચી હોવાથી સિકંદરે કારના હપ્તાની રકમ ભરવાની થતી હતી પરંતુ સીકંદર મોવર સમયસર હપ્તા ન ભરતા હપ્તો બાઉન્સ થતા વિરલભાઈ મિરાણીએ સિકંદરને કારનો હપ્તો ભરી દેવા કહ્યું હતું.

- text

દરમિયાન કારના હપ્તા અંગે વિરલભાઈએ સિકંદરને ફોન કર્યા બાદ જોન્સનગરમાં રહેતા આરોપી ઇરફાન સતારભાઇએ વિરલભાઈને ફોન કરીને કહ્યું હતું કે, સિકંદરે ભરવાનો હપ્તો મારી પાસે આવી ગયો છે અને હું તારી પાસે પૈસા માંગુ છું એમાં જમા થઇ ગયા છે કહી લુખ્ખી ધમકી આપી હતી અને બાદમાં લખધીરવાસ ચોક પાસે બોલાવી આરોપી ઇરફાન સતારભાઇ રહે.જોન્સનગર લુક ફર્નિચર પાછળ મોરબી, સીકંદર મોવર રહે. વીશીપરા મોરબી અને

એક અજાણ્યા માણસે જેમ ફાવે તેમ ગાળો આપી છરીથી ડાબા પગના સાથળના ભાગે એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીની ગૌશાળે જઈ જુવાનસિંહ નામના વ્યક્તિને કહ્યું હતું કે તારો મિત્ર વિરલ ક્યાં છે આજે તો તેને મારી નાખવો છે તેવી ધમકી આપતા વિરલભાઈ મિરાણીની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text