મોરબીના બગથળા ગામે તમાકુ વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીના બગથળા ગામની કુમાર તાલુકા શાળામાં તમાકુ વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસડિયાના માર્ગદર્શન હેઠળ તથા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનાં સહયોગથી તમાકુ વ્યસન અંગેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કુમાર પ્રાથમીક શાળા બગથળા ખાતે કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધામાં 54 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય દિનકર મેવા તેમજ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ પ્રા.આ.કેન્દ્ર બગથળાના હેલ્થ સુપરવાઇઝર એચ.ઓ. પાંચોટિયા, આરોગ્ય કાર્યકર જે.ડી. ગોગરા દ્વારા બાળકોને તમાકુથી થતા ગેરફાયદા અને નુકસાન વિશે સમજણ આપવામાં આવેલ હતી તેમજ તમાકુનાં વ્યસનથી પોતાને, કુંટુબ અને સમાજને મુક્ત રાખવા માટે અપીલ કરવામાં આવેલ હતી.

- text

- text