મોરબીના કાલિકા પ્લોટમાંથી 25 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર 

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 25 બોટલ ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ થતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઇ આરબના ઘેર દરોડો પાડતા આરોપીના રેહણાંકમાંથી ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની 5 બોટલ અને રોયલ ચેલેન્જ પ્રીમીયમ પ્રીમીયમ સીલેક્ટ વ્હીસ્કીની 20 બોટલ મળી કુલ 25 બોટલ દારૂ કિંમત રૂપિયા 12,150નો જથ્થો મળી આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text