મોરબી જિલ્લામાં જુગાર ઉપર જ ફોક્સ કરતી પોલીસ ! સાત દરોડા

- text


મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસે તમામ તાકાત જુગારીઓને પકડવા પાછળ જ લગાવી હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે

મોરબી : મોરબી શહેર અને જિલ્લામા શ્રાવણ મહિનો બેઠો તે પૂર્વે જ પોલીસે તમામ તાકાત જુગાર પકડવા ઉપર લગાડી હોવાની પ્રતીતિ રોજેરોજ થઇ રહી છે ત્યારે ગઈકાલે રક્ષાબંધનનાં સપરમા દિવસે મોરબી એલસીબી અને અલગ અલગ સ્થાનિક પોલીસે જુગારીઓ ઉપર ધોંસ બોલાવી અલગ અલગ સાત દરોડામાં 28 જેટલા જુગારીઓને રોકડા રૂપિયા 19,96,060 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો છે અને ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિમાં સાથે જુગાર રમવા સાથે બેસતા જ ફુટેલાઓ બાતમી આપી દેતા હોવાનો જુગારીઓ વસવસો પણ કરી રહ્યા છે.

છેલ્લા દિવસોમાં મોરબી શહેર અને જિલ્લા પોલીસ તેમજ મોરબી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોતાની તમામ તાકાત જુગારીઓને પકડવા જ કામે લગાડી હોય તેવી સ્થિતિમાં મોરબી શહેર અને જિલ્લામાં જુગાર પકડવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે રક્ષાબંધનના દિવસે મોરબી પોલીસ ટીમોએ અલગ અલગ સાત દરોડામાં 28 જેટલા જુગારીઓને રોકડા રૂપિયા 19,96,060 ઝડપી લીધા હતા જેમાં પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબી પરસોતમ ચોકમાં સતવારા બોર્ડીંગની પાછળ જુગાર રમતા સાહીલભાઈ પાલ, મયુરભાઈ દેગામાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 26,200 કબ્જે કર્યા હતા. આ દરોડામાં આરોપી તૌફીકભાઈ ઉર્ફે ભયલો ચાનીયા, સુરેશભાઈ કોળી, જીવણભાઈ ઉર્ફે ઘોઘો ચૌહાણ અને મકસુદ ચૌહાણ નાસી જતા તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કબીર ટેકરી શેરી-3માં જાહેરમાં જુગાર રમતા આરોપી હાજીભાઇ ખુરેશી, પરવેઝભાઇ ચાનીયા અને લાલજીભાઇ કગથરાને રોકડા રૂપિયા 15,100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

સાથે જ ત્રીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રવાપર બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 302માં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી ભાણજીભાઈ પાડલીયા, નવનીતભાઈ સાપોડીયા, અક્ષયભાઈ સુરૈયા, કૌશીકભાઈ સંતોકી અને ભગવાનજીભાઇ મેઘાણીને તીનપતીનો હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 57,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જ્યારે મોરબી એલસીબી ટીમે મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે પ્રમુખ સ્વામીની પાછળ આવેલ સ્કાયવ્યુ-બી એપાર્ટમેન્ટ ફલેટ નં-502માં દરોડો પાડી આરોપી જયસુખભાઇ પડસુંબીયા, જયેશભાઇ પડસુંબીયા, દિપકભાઇ પટેલ, વિપુલભાઇ કુંડારીયા, જયદિપભાઇ ચૌહાણ અને નિતીનભાઇ આદ્રોજાને તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,75,000 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે સીટી એ ડિવિઝન પોલીસમાં કાર્યવાહી કરાવી હતી. જયારે એલસીબી ટીમે અન્ય એક દરોડામાં સોખડા પાટીયાની સામે વાઘપર પીલુડી જતા રસ્તે આવેલ સીમ્પસન મીનરલ નામના કારખાનાની લેબની ઓફીસમાં દરોડો પાડી આરોપી ભરતભાઇ ગોરધનભાઇ, જયેશભાઇ, નિલેશભાઇ ભગવાનજીભાઇ અને ઇશ્વરભાઇ રતીલાલભાઇને રોકડા રૂપિયા 4,11,000 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ દરોડામાં આરોપી રાજેશભાઇ કરશનભાઇ રણદીપભાઇ હરજીભાઇ અને કલ્પેશભાઇ લાલજીભાઇ નાસી જતા તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત માળીયા પોલીસે માળીયાની મોટી બજારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતાઆરોપી સાઉદીનભાઈ જામને વર્લીફીચરના સાહિત્ય અને રોકડા રૂપિયા 460 સાથે ઝડપી લીધો હતો જયારે જુગારના અન્ય દરોડામાં માળીયા પોલીસે જખરીયાવાઢ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આરોપી આદમભાઈ જેડા, ઈકબાલભાઈ કટીયા, અબ્દુલભાઈ ભટી, સલીમભાઈ પઠાણ, કાનાભાઈ અખિયાણી અને રફિકભાઈ સમાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 10,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text