મોરબીમાં પીએમ કિશાન યોજનાનો ગેરલાભ લેનાર 1530 લોકો સામે રિકવરી

- text


પાત્રતા ન ધરાવતા 521 લોકોએ સામેથી 46.14 લાખ પરત કરી દીધા

મોરબી : મોરબી જિલ્લામાં પીએમ કિશાન યોજનાનો ખોટા લોકોએ લાભ લઇ લીધો હોવાનું બહાર આવ્યું છે. આથી ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ મોરબીમાં પીએમ કિશાન યોજનાનો બિન પાત્રતા ધરાવતા 1530 લોકોએ લાભ લઇ લીધો છે. એમાંથી પાત્રતા ન ધરાવતા 521 લોકોએ સામેથી 46.14 લાખ પરત કરી દીધા છે. ખેડૂત સિવાયના જે ઈન્ક્મટેક્સ ભરતા લોકોએ પણ આ યોજનોનો લાભ લઇ લીધો હોવાથી આવા લોકો પાસેથી રિકવરી કરવાની તંત્રએ કવાયત હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લામાં પીએમ કિશાન યોજનાનો 95321 લોકો લાભ લઇ રહ્યા છે. આ યોજનામાં સરકાર દ્વારા લાભાર્થીઓને દર ચાર મહિને 2 હજારનો હપ્તો આપી આખા વર્ષ દરમિયાન 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાના 95321 જેટલા લાભાર્થીઓમાંથી 22048 લોકોના કે.વાય.સી. ઉપરાંત આધાર સેટીંગ, બિન પાત્રતા ધરાવતા હોય એવા લોકો બાકી છે. આ લોકો કે.વાય. સી. નહિ કરાવે તો 15મો હપ્તો ઓગસ્ટ પછી નહિ મળે. જો કે, આ યોજનાના ચોકવાનારી બાબતો એ સામે આવી છે કે, આ યોજનાના ખરા અર્થમાં લાભાર્થીઓ ન હોય તેવા જિલ્લાના 1530 લોકો છે. જેમાં આ લોકો ઇન્કમટેક્સ ભરતા હોય, વધુ આવક ધરાવતા હોય અને ખેતી સિવાયની પણ આવક ધરાવતા હોય તેવા છે. આ 95321 જેટલા લાભાર્થીઓમાંથી 9759 લોકો ઇન્કમટેક્સ ભરે છે. તેમાંથી 521 લોકોએ અત્યાર સુધીમાં મેળવેલી રૂ.46.14 લાખની રકમ સરકારને સામેથી પરત કરી દીધી છે. સરકારની આ યોજનાનો નિયમ છે કે પાત્રતા ન ધરાવતા હોય તેવા લોકોએ જેટલા હપ્તા મેળવ્યા હોય એ પરત કરી દેવા પડે છે. આથી આ યોજના હેઠળ કુલ રૂ.14.19 કરોડ રૂપિયા મોરબી જિલ્લામાંથી સરકારને લેવાના નીકળે છે. આ બધા બિન પાત્રતા ધરવતા લોકો પાસેથી લેવાના છે. જેઓએ આ યોજનાનો લાભ લઈને પૈસા મેળવી લીધા છે. તેથી મોરબી જિલ્લાના આવા 17 લોકોએ સામેથી સરેન્ડર કરી દીધા છે કે અમેં પાત્રતા ધરાવતા નથી. હજુ પણ 13 કરોડથી વધુ રિકવરી નીકળતી હોવાથી આ રકમ પરત મેળવવાની કાર્યવાહી ચાલુ છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણએ જણાવ્યું છે.

- text