મોરબીના નવી પીપળી ગામે ઇલેક્ટ્રિકનો ધંધાર્થી પિસ્તોલ સાથે ઝડપાયો 

- text


મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મૂળ બોટાદ જિલ્લાના વતની આરોપીને દબોચી લીધો 

મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી તાલુકાના પીપળી ગામના મુખ્ય પ્રવેશદ્વાર નજીકથી ઇલેક્ટ્રિકના ધંધાર્થી યુવાનને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના નવી પીપળી ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક શખ્સ દેશી બનાવટની પિસ્તોલ સાથે ઉભો છે, ઉક્ત બાતમીને આધારે એલસીબી ટીમે નવી પીપળી ગામના પ્રવેશદ્વારે પહોંચી આરોપી કીર્તીભાઇ કનુભાઇ વરાળીયાની અંગ ઝડતી કરતા આરોપીના પેન્ટના નેફામાંથી પિસ્તોલ મળી આવતા પોલીસે 10 હજારની કિંમતની પિસ્તોલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text