ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાની ભવ્ય ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીમાં ઠેરઠેર લોકોને મીઠાઈ વહેંચી ભારતની ઐતિહાસિક સફળતાને હર્ષભેર વધાવી

મોરબી :ચંદ્રયાન-3ના લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની નજર હતી. આજે જેવું ચંદ્રયાનનું ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને દેશની સાથે મોરબીવાસીએની પણ ખુશીઓની કોઈ સીમા રહી ન હતી. ત્યારે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાની ભવ્ય ઉજવણી કરી હતી અને યંગ ઇન્ડિયા ગ્રુપે મોરબીમાં ઠેરઠેર લોકોને મીઠાઈ વહેંચી ભારતની ઐતિહાસિક સફળતાને હર્ષભેર વધાવી છે.

ચંદ્રયાન-3ના ચંદ્ર ઉપર લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની સાથે મોરબીવાસીની પણ નજર ચોંટેલી હતી. મોરબીવાસીઓ પણ આ ઐતિહાસિક પ્રક્રિયાને દિલધડક રીતે માણી રહ્યા હતા અને ચંદ્રયાનનું દક્ષિણ ધ્રુવ ઉપર સફળતા પૂર્વક ઉતારણ થતા ભારત દેશ દુનિયાનો આવુ કરનારો પ્રથમ દેશ બનતા મોરબીવાસીઓ હરખથી નાચી ઉઠ્યા હતા. અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડીને મોરબીવાસીઓએ આ ખુશાલી વ્યક્ત કરી હતી. ત્યારે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ ભારતની ઐતિહાસિક સફળતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઠેરઠેર વિસ્તારોમાં મીઠાઈ વહેંચી હતી અને દરેક મોરબીવાસીઓને મીઠાઈ ખવડાવી ઐતિહાસિક સફળતાની ખુશાલી વ્યક્ત કરી હતી.

આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, આપણને નાનપણમાં ગીત ગાતા કે ચંદા મામા દૂર હૈ પણ હવે નવું ગીત સાંભળવા મળશે કે ચંદામામા દૂર નહિ પાસ હૈ, ચંદ્રયાનની સફળતા ફક્ત મોરબી માટે નહીં કરોડો હિન્દુસ્તાની માટે ગૌરવની બાબત છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વમાં સાબિત કરી દીધું કે,ભારત વિજ્ઞાનમાં કોઈ દેશથી પાછળ નથી. ભારત સામે હંમેશા કોઈને કોઈ બાબતે ટીકા કરતા દેશો માટે આ એક સબક રૂપ ઐતિહાસિક ક્ષણ છે.

- text

- text