વાંકાનેરના માર્કેટ ચોકમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની ફટાકડા ફોડીને ઊજવણી 

- text


વાંકાનેર : આખું વિશ્વ ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યું હતું. ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાનનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયેલ છે. જેની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરના માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની સૂચનાથી હોદેદારો, કાર્યકરો તથા નાગરિકો દ્વારા ફટાકડા ફોડી વંદે માતરમ્ ભારત માતા કી જયનાં નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનભાઈ પઢિયાર, અમિતભાઈ સેજપાલ, બ્રિજરાજસિંહ ઝાલા , હર્ષદ ગોહેલ, ભરતભાઈ પટેલ હરેશ માણસુરિયા, અમીતભાઇ સોની,ભૌમીક ખીરૈયા,ચીરાગ સોલંકી સહિતના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text