લાતીપ્લોટમાં કચરા પ્રશ્ને મહિલાઓનો મોરબી પાલિકામાં મોરચો

- text


એક મહિનાથી પાલિકા તંત્ર સફાઈ કરવા આવતું ન હોય શેરી આખામાં કચરાના ડુંગર ખડકાતા અને ગંદકીની જીવાતો ઘરમાં ઉડીને આવતી હોવાથી સ્થાનિકો વિફર્યા

અનેક વખત રજુઆત કરવા છતાં દર વખતે માત્ર થઈ જશે ના ઠાલા આશ્ર્વાસન જ આપતા મહિલાઓમાં ઉગ્ર આક્રોશ

મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 10માં કચરાના ગંજ ખડકાતા રોગચાળો ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. તેમાંય એક મહિનાથી પાલિકા તંત્ર સફાઈ કરવા આવતું ન હોય શેરી આખામાં કચરાના ડુંગર ખડકાતા અને ગંદકીની જીવાતો ઘરમાં ઉડીને આવતી હોવાથી સ્થાનિકો વિફર્યા હતા અને આ શેરીની મહિલાઓએ કચરા પ્રશ્ને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો. જો કે,અનેક વખત રજુઆત કરવા છતાં દર વખતે માત્ર થઈ જશે ના ઠાલા આશ્ર્વાસન જ આપતા મહિલાઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ પોલીસ ચોકીની બાજુમાં આવેલી લાતીપ્લોટ શેરી નંબર 10ના રહેવાની દાદુભાઈ ઈલિયાસભાઈ મોવરે જણાવ્યું હતું કે, તેમની આ શેરીમાં ગંદકીથી માથું ભમી જાય એ હદે કચરાના ગંજ ખડકાયા છે. છેલ્લા એક મહિનાથી નગરપાલિકાવાળા અહીંયા સફાઈ કરવા આવતા જ નથી. જો કે અગાઉ નિયમિત કચરાનો ઉપાડ કરવામાં આવતો હતો. પણ એક મહિનાથી કચરો કોઈ ઉપડવા જ આવતું નથી. ઉપરથી બાજુની કોલોનીવાળા પહેલા તળાવમાં ઘરનો એંઠવાડ સહિતનો કચરો નાખતા પણ હવે આ કોલોનીવાળા અમારી શેરીમાં ઘરનો એંઠવાડ સહિતનો કચરો નાખી જાય છે. એટલે લાતીપ્લોટ શેરી નંબર 10માં પગ મુકવાની જગ્યા જ બચી હોય એ હદે આખી શેરી કચરો કચરો થઈ ગઈ છે. આ મોટી શેરી કચરાના ગંજ હેઠળ ઢંકાઈ ગઈ હોય ઉપરથી વરસાદનું પાણી પડતા મગજ ચકરાઈ જાય તેવી ગંદકી ફેલાય રહી છે. આ ગંદકીને કારણે નાની નાની જીવતો પડી ગઈ હોય આ જુવાતો ઉડીને ઘરમાં આવતી હોય નિરાંતે જમી પણ શકતા નથી. ખાવા બેસીએ ત્યારે જીવતો ખોરાકમાં પડે છે એટલે ખાઈ શકતા નથી. આ કચરાને કારણે જીવવું હરામ થઈ ગયું છે. રોગચાળો ફાટી નીકળે તેવી ભંયકર સ્થિતિ હોવા છતાં નગરપાલિકાવાળા ધ્યાન આપતા જ નથી અનેક રજુઆત કરી પણ પરિણામ શૂન્ય રહ્યું છે. આથી આજે આ વિસ્તારની મહિલાઓ નગરપાલિકાએ રજુઆત કરવા દોડી ગઈ હતી. પણ તંત્રએ હંમેશની માફક થઈ જશે ની કેસટ વગાડી હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

- text