માળીયાના વર્ષામેડી ગામે જુગાર રમતા છ પકડાયા

- text


મોરબી : માળીયા તાલુકાના વર્ષામેડી ગામે શક્તિ માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) પરબતભાઇ દેવજીભાઇ ચાવડા (૨) ભુપતભાઇ હરખાભાઇ મહાલીયા (૩) મકનભાઇ શંભુભાઇ ચાવડા (૪) સુખાભાઇ દેવાભાઇ મહાલીયા (૫) પેથાભાઇ મેરૂભાઇ સોલંકી અને (૬) રમેશભાઇ રાણાભાઇ ચાવડાને પોલીસે રોકડા રૂપિયા ૪૪૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text