મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 40 કે તેથી વધુ ઉંમરના પુરુષો અને મહિલાઓએ મળીને કુલ 30 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત ગાયન સ્પર્ધામાં પુરુષ કેટેગરીમાં 1. મનહરભાઈ શુદ્રા 2. ગીરીશભાઈ દલસાણીયા 3. સુનિલભાઈ પટેલ 4. કેતનભાઇ મહેતા 5. છગનભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા અને મહિલા કેટેગરીમાં 1. જયશ્રીબેન ચૌધરી 2. ફાલ્ગુનીબેન જોશી 3. ડોક્ટર ભાવનાબેન જાની 4. કલ્પનાબેન પટેલ વિજેતા થયા હતા. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.

આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓને પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું નંબર પ્રમાણે ઇનામ આપવામાં આવ્યા હતા અને સર્વે ભાગ લેનારા પ્રતિસ્પર્ધીઓને”ટોકન ઓફ લવ”ની ટ્રોફી આપવામાં આવી હતી. આ સ્પર્ધાના નિર્ણાયક ડો.નિરવભાઈ રાવલ અને ભાર્ગવભાઈ દવેએ ખૂબ જ સકારાત્મક રીતે પરિણામ જાહેર કરી આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી. તેઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ કાર્યક્રમ કરવા માટે સ્વરાંગન સ્ટૂડિયોના માલિક હંસરાજભાઈ ગામીએ પોતાની જગ્યા નિઃશુલ્ક આપી હતી અને કાર્યક્રમમાં સાઉન્ડની સેવા અતુલભાઈ વાઘેલા દ્વારા પૂરી પડાઈ હતી.

- text

- text