મોરબીના સાપર ગામે જુગાર રમતા 10 ઝડપાયા, 3 નાસી છૂટ્યા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે સાપર ગામે રાજબાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે મધ્યરાત્રીએ દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા 10 શખ્સો ઝડપાઇ ગયા હતા જ્યારે ત્રણ શખ્સો અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સાપર ગામે રાજબાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી નવઘણભાઇ ઉફૈ નોંધો દિનેશભાઇ હમીરપરા રહે. શાપર, નરેશભાઇ દુર્લભજીભાઇ સાતલીયા રહે-જેતપર, સુનિલભાઇ ઉર્ફે ભંગારીયો કુકાભાઇ દેગામા, રહે.જેતપર, દયારામ હરીલાલ હમીરપરા, રહે.જેતપર, વિષ્ણુભાઇ જશાભાઇ ગડેસીયા, રહે.જેતપર, જેરામભાઇ વલ્લભભાઇ હમીરપરા, રહે.જેતપર વેલજીભાઇ ચંદુભાઇ અઘારા, રહે.શાપર, લલીતભાઇ મેરૂભાઇ હમીરપરા, રહે.સાપર, ભોલાભાઇ દિનેશભાઇ અઘારા, રહે.સાપર, કાળુભાઇ રમેશભાઇ હમીરપરા, રહે.સાપર નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા જ્યારે આરોપી કિરીટભાઇ બાબુભાઇ અગેચણીયા રહે.વિશીપરા, મોરબી, અક્ષય બાબુભાઇ અગેચણીયા રહે.વિશીપરા, મોરબી અને ધમેન્દ્રભાઇ ગોકળભાઇ અગેચણીયા રહે.જેતપર નામના આરોપીઓ પોલીસને જોઈ નાસી ગયા હતા.

- text

દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 42,100 કબ્જે કરી તમામ 13 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી નાસી ગયેલા ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text