નાની બરાર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ શુક્રમણી પ્રા.શાળા ખાતે યોજાયો

- text


માળીયા : મોરબી જિલ્લાના માળીયા તાલુકાની શુક્રમણી પ્રા.શાળા જશાપર ખાતે “G-20” કાર્યક્રમ અંતર્ગત કલાઉત્સવ યોજાયો હતો. જેમાં નાની બરાર ક્લસ્ટરની ધોરણ 6 થી 8ની કુલ 7 શાળાએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, કવિ સંમેલન, ગાયન અને વાદન એમ ચાર સ્પર્ધાઓમાં કુલ 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તે પૈકી 12 વિદ્યાર્થીઓને દરેક સ્પર્ધા દીઠ પ્રથમ ક્રમ મેળવનારને 300 રૂ., દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને 200 રૂ. તથા તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને 100 રૂ. રોકડ ઇનામ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન જયેશકુમાર એમ.રાઠોડ – સી.આર.સી. કો.ઓર્ડીનેટર, નાની બરાર દ્વારા શુક્રમણી પ્રા.શાળા (જસાપર) ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નાની બરાર ક્લસ્ટરની ધો.6થી 8ની શાળાના શિક્ષકો, ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા આચાર્યો હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા નાની બરાર ક્લસ્ટરની શાળાના કાર્યક્રમમાં હાજર રહેલા શિક્ષકો/આચાર્યો તથા શુક્રમણિ પ્રા.શાળાના આચાર્ય તથા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text