મોરબીના નવા મકનસર ગામે જુગાર રમતા સાત ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના નવા મકનસર ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પડી આરોપી રાહુલભાઇ હકાભાઇ બાબરીયા, હરેશભાઇ મનુભાઇ બાબરીયા, વિશાલભાઇ ટીકુભાઇ દેગામા, વિવેકભાઇ દુવરાજભાઇ બાબરીયા, દેવજીભાઇ ભાણજીભાઇ થરેસા, કિશોરભાઇ વીરજીભાઇ સારલા અને અજીતભાઇ બચુભાઇ બાબરીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text