વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં જુગાર રમતા આઠ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી જીવાપર ગામ તરફ જવાના કાચા રસ્તેથી તાલુકા પોલીસે જાહેરમાં જુગાર રમતા આરોપી અશોકભાઈ અમરશીભાઈ ફુલતરીયા, દિપકભાઈ મુળજીભાઈ ફુલતરીયા, સંજયભાઈ અમરશીભાઈ ફુલતરીયા, કરણભાઈ અશોકભાઈ ફુલતરીયા, તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા, વિશાલભાઈ અશોકભાઈ ફુલતરીયા, અનીલભાઈ ચંદુભાઈ ફુલતરીયા અને પીંન્ટુભાઈ માનસીંગભાઈ ફુલતરીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1665 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text