વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે સીરામીક ફેકટરીના ક્વાટર્સમાંથી ગાંજો ઝડપાયો

- text


મોરબી એસઓજી દ્વારા ઝારખંડના શખ્સને 1.675 કિલોગ્રામ ગાંજા સાથે દબોચી લેવાયો

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકામાંથી છાસવારે ગાંજો ઝડપાઇ રહ્યો છે ત્યારે ગઈકાલે મોરબી એસઓજી ટીમે વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાંથી ઝારખંડના શખ્સને 1.675 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ ઈયોટા ટાઇલ્સ એલએલપી નામના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં દરોડો પાડી ઝારખંડના વતની આરોપી મનોજ પ્રફુલભાઇ ગોપ ઉ.21ને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી રૂપિયા 16,750ની કિંમતના 1.675 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text