મોરબીવાસીઓ આનંદો : મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાયો

- text


મચ્છુ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાના લીધે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબીવાસીઓ માટે લાપસીના આંધણ મુકવા જેવા આનંદદાયક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. જેમાં મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાય ગયો છે. આ મચ્છુ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લીધે હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text

મોરબી શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દરરોજ માત્ર વરસાદી ઝાપટા જ પડી રહ્યા છે. મોરબી આસપાસના વિસ્તારોમા મધ્ય ગુજરાત જેવો અનરાધાર વરસાદ પડ્યો નથી. તેમ છતાં મોરબીવાસીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ હવે ઓવરફ્લો થવાની સ્થિતિ પહોંચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી ઉપરવાસમાં સારા વરસાદથી મચ્છુ-2 ડેમની જળ સપાટી સતત વધી રહી છે અને હવે તો મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ 80 ટકા જેવો ભરાય ગયો હોવાનું સતાવાર જાહેર કરવામાં આવ્યું છે. 33 ફૂટની ઉંચાઈ ધરાવતા મચ્છુ-2 ડેમની હાલ જળસપાટી 29.79 ફૂટે પહોંચી છે. જેમાં કુલ 3104.40 એમસીએફટી પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ડેમમાં અત્યારે 2484.38 એમસીએફટી પાણી સંગ્રહિત થયું છે. આ ડેમમાં 379 ક્યુસેક પાણીની આવક છે. ત્યારે આ ડેમ ઓવરફ્લો થવાની શકયતાને લઈને હેઠવાસના જોધપર, લીલાપર, ભડિયાદ, ટિબંડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડિયા, માનસર, જુના અને નવા સદુળકા, રવાપર નદી, ગુગણ, નવા અને જૂના નાગડાવાસ, નારણકા, બહાદુરગઢ, સોખડા, અમરનગર એમ મળીને મોરબીના 20 ગામો તેમજ માળીયાના વીર વિદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરિપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળીયા અને રાસંગપરને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે.

- text