મોરબીમાં સિરામિકનું કોન્ટ્રાક્ટ કામ કરતો યુવાન લાપતા 

- text


મોરબી : મોરબીમાં સિરામિકનું કોન્ટ્રાક્ટ કામ કરતો યુવાન લાપતા બન્યો છે. જે અંગે તેના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે તપાસ આદરી છે.

ભરતનગર ગામે રહેતા ઈશ્વર બચુભાઇ ફેફરે અરજીમાં જણાવ્યું છે કે તેમનો પુત્ર આનંદ ફેફર ઉ.વ. 30 જે મોરબીમાં કેનાલ રોડ ઉપર રામકો બંગલોની પાછળ વૃંદાવન સોસાયટીના સંકેત એપાર્ટમેન્ટમાં રહે છે. તે સિરામિકમાં પેલેટ પેકેટ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. તા.30ના રોજ સવારે બાઇક લઈને કામે ગયા બાદ તે સાંજે પરત આવ્યો નથી.

- text

- text