મોરબી જિલ્લા પંચાયત દ્વારા બે ગ્રામ પંચાયતને જેટીગ મશીન ફાળવાયા

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા બે ગ્રામ પંચાયતને જેટીગ મશીન ફાળવવામાં આવ્યા છે. 15મી નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે બે ગ્રામ પંચાયતને જેટીંગ મશીન ફાળવવામાં આવ્યા છે. આ મશીનથી બન્ને ગામોના ગટરના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરાશે.

મોરબીની આજુબાજુના ગામોમાં વસ્તી ઘણી જ વધી રહી છે. જેમાં મોરબી નજીક આવેલા ઘુંટુ ગામની અંદાજીત વસ્તી 18 હજારની છે. આ આજુબાજુના ગામોમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નો સતત વધી રહ્યા છે. આથી ભૂગર્ભ ગટરની સમસ્યા નિવારવા માટે આ મશીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઘૂંટુ ગામના સરપંચ જયાબેન પરેચા તેમજ રાજપર ગામના સરપંચને આ મશીન સુપરત કરવામાં આવ્યા છે. આ મશીનથી બન્ને ગામોમાં ગટરની યોગ્ય સાફ સફાઈ કરીને ગટરના પ્રશ્નોનું નિરાકરણ કરાશે. આ તકે ડીડીઓ ડી.ડી. જાડેજા, ડે. ડીડીઓ ઇસીતાબેન મેર, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કારોબારી ચેરમેન પડસુબિયા, જીગ્નેશભાઈ કૈલા, યુસુફભાઈ શેરસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text