નીચી માંડલથી શિવપુર જવાના રસ્તા પર ટ્રક ફસાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ઉંડા ખાડા પડી ગયા છે. ત્યારે મોરબી તાલુકાના નીચી માંડલથી શિવપુર જવાના રસ્તા પર એક ટ્રક મોટા ખાડામાં ફસાઈ ગયો હતો.

નીચી માંડલથી શિવપુર જવાના રસ્તા પર કેડ સમાણો ખાડો પડી ગયો છે. આ ખાડામાં એક ટ્રક ફસાઈ ગયો છે. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. રસ્તો બ્લોક થઈ જતાં રસ્તા પરથી પસાર થનારા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે. જોકે હાલ ક્રેનની મદદથી ફસાયેલા ટ્રકને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

- text

- text