ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા 80થી વધુ બાળકોને સૂવર્ણ પ્રાશનના ટીપા પીવડાવાયા

- text


મોરબી : આજે પુષ્ય નક્ષત્રના રોજ ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સૂવર્ણ પ્રાશન વાર્ષિક પ્રોજેક્ટ અંતર્ગત 80થી વધુ બાળકોને નિઃશુલ્ક સૂવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આજે કાલિકા પ્લોટમાં આવેલી આંગણવાડીના 80થી વધુ બાળકોને વિનામૂલ્યે સૂવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. સાથે આજરોજ ઈન્ડિયન લાયન્સ ફાઉન્ડર કૌશિકભાઈ બૂમિયાનો જન્મદિવસ હોવાથી આંગણવાડીના બાળકો સાથે કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ ક્લબની સમગ્ર ટીમ વતી કૌશિકભાઈ બૂમિયાને જન્મદિવસની શુભકામના પાઠવાઈ હતી.

- text

- text