હવે તંત્રએ ધોકો પછાડવાની જરૂર : ફરી બે જગ્યાએ રોડ ઉપર માટીના ઢગલા ઠાલવી દેવાયા

- text


ઘુટુ અને ગાળા પાટિયા પાસેના રોડ ઉપર અજાણ્યા લોકોની આવી હરકતથી ટ્રાફિકની સમસ્યા

મોરબી : મોરબી નજીક છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ રોડ ઉપર માટીના ઢગલા કરી દેવાની કરતૂતો ચાલી રહી છે. આવી જ રીતે હવે ઘુંટુ અને ગાળા પાટિયા પાસેના રોડ ઉપર થયું છે. ત્યારે હવે તંત્ર કડક હાથે કામ લઈ ધોકો પછાડે તે જરૂરી બન્યું છે.

ગાળા ગામના પાટિયા પાસે સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ થાય એ રીતે કોઈ માટી ઠાલવીને નાસી ગયુ હતું. આવી જ રીતે ઘુંટુ ગામ નજીક હળવદ રોડ ઉપર પણ બન્યું છે. જેના કારણે વાહનચાલકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ પણ મોરબી નજીકના અનેક રોડ ઉપર રાત્રીના સમયે કોઈ શખ્સો માટી ભરેલા વાહનો રોડ ઉપર ઠાલવી ગયાના બનાવો બન્યા છે. ત્યારે આજ સુધી આવી કરતૂતો કરનારા પકડાયા ન હોય, તેઓને વારંવાર આવું કરવાની પ્રેરણા મળી રહી છે. જેથી હવે તંત્ર આ મામલે લાલ આંખ કરે તેવી માંગ ઉઠી રહી છે.

- text

- text