મોરબીમાં રખડતા ઢોરે હડફેટે લેતા 6 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત 

- text


મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતા 6 વર્ષના નાના બાળકને રખડતા ઢોરએ હડફેટે લેતા ગંભીર ઈજાઓ થવા પામી છે. હજી થોડા દિવસો પૂર્વે જ હાઇકોર્ટે રખડતા ઢોરને લઈને સરકારની ઝાટકણી કાઢી એક્શન પ્લાન બનાવવા આદેશ કર્યો હતો. તેવામાં આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વણકરવાસમાં નિશ્ચય ભાવેશભાઈ દલસાણીયા (ઉ.વ.6) પોતાના ઘરના આંગણે રમી રહ્યું હતું અને રખડતા ઢોરના ઘણએ તેને હડફેટે લીધેલ હતો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમા ખુબજ આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓ એ જણાવ્યું હતું કે અમારા નાના બાળકો પોતાના ઘર આંગણે પણ સુરક્ષિત નથી તેમજ પોતાના ઘર પાસે બાળકોને ના રમવા દઈએ તો ક્યાં રમવા મોકલીએ. ઉલ્લેખનીય છે કે વારંવાર રખડતા ઢોરના ત્રાસ થી આવા અનેક લોકોને પોતાનો જીવ પણ ગુમવવાનો વારો આવ્યો છે.

- text

- text