મોરબીના ગોકુલનગર અને સો ઓરડીમાં વાહકજન્ય રોગના અટકાયતી પગલાં લેવાયા

- text


મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી. બાવરવાની સુચનાથી ગોકુલનગર યુએચસી અને સો ઓરડી યુએચસીમાં વાહકજન્ય રોગોના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

યુએચસી સો ઓરડીના મેડિકલ ઓફિસર ડો. એ.એન. ખોરજીયા, સુપરવાઈઝર અજય વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાહકજન્ય રોગ સામે અટકાયતી પગલાં ભરવા માટે હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી આજ રોજ કરવામાં આવી હતી.આજરોજ ક્ષેત્રિય કક્ષાના તમામ આરોગ્ય કર્મચારી દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિ ઝુંબેશ હાથ ધરાઈ હતી. ફિલ્ડ આરોગ્ય કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણ માટે મચ્છર ઉત્પતિના સંભવિત સ્થળોની તપાસણી કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. સાથે જ પાણીના પાત્રો ખાલી કરાવાયા હતા અને પાણીના પાત્રો ઢાંકીને રાખવા, અઠવાડિયે સાફ સફાઈ કરવા માટે જણાવાયું હતું.

- text

- text