મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો 

- text


મોરબી : મોરબીની નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, B.Ed, M.B.A, M.Scના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓનો કોલેજમાં પ્રથમ દિવસ હતો. ત્યારે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો હતો.

કોલેજના વિદ્યાર્થીઓની વેલકમ સેરેમની (પ્રવેશોત્સવ) માં ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા સેલેબ્રિટી કુલદિપસિંહ કલેર ઉર્ફે પોઝિટીવ પાજી મુખ્ય મહેમાન બન્યા હતા. તેમણે તેમના દિવ્યભાસ્કરના એડીટર, રેડિયો મીર્ચીના હેડ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકેના બહોળા અનુભવનો નિચોડ વિદ્યાર્થીઓને આપીને કારકિર્દી કેવી રીતે બનાવવી તેનાથી માહિતગાર કર્યા હતા.

આ પ્રોગામ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં તેમણે તેમની રસપ્રદ શૈલીમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. આ ઉપરાંત નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડીયા તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- text

- text