ટીલા ટપકાને બહાને સુપર માર્કેટમાં છેડતી કરનારા વૃદ્ધ ઢગા વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ 

- text


ખેવારિયા ગામના રખડતું ભટકતું જીવન જીવતા શખ્સને છેડતી ભારે પડી ગઈ 

મોરબી : મોરબીની સુપર માર્કેટ આજુબાજુમાં ટીલા ટપકા કરવા નીકળતા અપલખણા વૃદ્ધ ઢગાએ આજે સવારે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓની છેડતી કરતા રાણી લક્ષ્મીબાઈ બનીને દીકરીઓએ આ અપલખણા ઢગાને જાહેરમાં ધરાઈ… ધરાઈને મેથીપાક આપવાની સાથે એક દીકરી ફરિયાદી બનતા મૂળ ખેવારિયા ગામના આ ઢગા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમ મુજબ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારના સમયે મોરબીની સુપર માર્કેટ નજીક બગલમે છૂરી મુખમે રામ ઉક્તિને સાર્થક કરતા ટીલા ટપકા કરવા નીકળતા મૂળ ખેવારિયા ગામના ઓધવજીભાઈ બાબુભાઇ ઉભડિયા (ઉ.વ. 60) નામના અપલખણા ઢગાએ અહીંથી પસાર થતી માસુમ વિદ્યાર્થીનીઓની છેડતી કરવાનું શરૂ કરતા કિશોરીઓના વૃંદે બરાબરની હિંમત દાખવી એકસંપ કરી જાહેરમાં જ સબક શીખવવાનો સંકલ્પ કરી ભક્તિભાવ કરવાની ઉંમરે છેડતી કરનાર આ ઢગાને બરાબરનો મેથી પાક ચખાડવાને બદલે ધરાઈ જાય ત્યાં સુધી મેથીપાક ચખાડ્યો હતો.

- text

બીજી તરફ ભવિષ્યમાં આવા છેલબટાઉ લુખ્ખા બીજી દીકરીઓ સામે જોતા પણ સાત વખત વિચાર કરે તેવી હિંમત દાખવી આ કિશોરીઓએ મોરબી 181 મહિલા અભયમ હેલ્પલાઇનને ફોન કરી સોંપી આપ્યો હતો. બાદમાં અભયમ હેલ્પ લાઈન દ્વારા ઢગા ઓધવજીભાઈ બાબુભાઇ ઉભડિયા (ઉ.વ. 60) મુ. ખેવારીયા ,હાલ મોરબી રખડતો ભટકતો વિરુદ્ધ આઇપીસી કલમ 354 (d) તેમજ પોકસો સહિતના કાયદા અન્વયે ગુન્હો નોંધ્યો હોવાનું જાણવા મળે છે.

- text