મોરબીના સેવાભાવી મહિલા આગેવાનો નિરાધાર વિધવા બહેનોની મદદ આવ્યા

- text


ઓમ ગૃપ દ્વારા આયોજિત રાશન કીટ વિતરણમાં સહયોગ આપ્યો તેમજ નિરાધાર પેન્શન ચાલુ કરાવવા મદદ કરી

મોરબી : મોરબી ઈન્ડીયન લાયોનેસ ક્લબ દ્વારા પછાત વિસ્તારના અને અભણ વિધવા બહેનોને નિરાધાર પેન્શન ચાલુ કરાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે યંગ ઈન્ડિયા ગૃપના બહેનો દ્વારા 110 ગંગા સ્વરૂપા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઓમ ગૃપ દ્વારા સમયાંતરે નિરાધાર વિધવા અને વૃધ્ધો માટે દાતાઓના સહયોગથી રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત યંગ ઇન્ડિયા ગૃપના મહિલા વિંગના સભ્યોના સહયોગથી રાશન કીટ વિતરણ કરાયું હતું. તેમજ તમામ વિધવા વૃધ્ધોને નિરાધાર પેન્શનનો લાભ મળે તે માટે આ કાર્યક્રમમાં ઇન્ડિયન લાયોનેસ કલ્બના પ્રમુખ મયુરીબેન કોટેચા સહિતની ટીમ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કર્યું પેન્શન ચાલુ કરાવવા વૃધ્ધોને મદદ કરી હતી.

- text

- text