રાજકોટનો ચેપ મોરબીને ! સામું કેમ જોવશ કહી નિર્દોષને છરી ઝીકાઈ 

- text


પીપળીયા ચાર રસ્તે ચા પીવા ઉભેલા યુવાનને ડોન બનેલા બે શખ્સોએ ધમકાવી છરી ઝીકી 

મોરબી : સામાન્ય રીતે રાજકોટમાં વાહન ચલાવતા કે રસ્તે ચાલતા સામું જોવા જેવી નજીવી બાબતે છાસવારે તકરાર થતી હોય છે ત્યારે રાજકોટનો ચેપ મોરબી જિલ્લા સુધી પહોંચ્યો હોય તેમ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ચા પીવા હોટલે ઉભેલા યુવાનને ડોન બનીને આવેલા બે શખ્સોએ સામું કેમ જોવશ કહી છરીના ઘા ઝીકી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ જે.કે.ટી. હોટલ પાસે ચા પીવા ઉભેલા માળિયાના જેડાવાળા વિસ્તારમાં રહેતા હૈદરભાઇ અલીમામદભાઇ જેડાને આરોપી હુશેનભાઇ હૈદરભાઇ સંધવાણી અને અવેશભાઇ હૈદરભાઇ સંધવાણીએ સામું કેમ જોવશ કહી બોલાચાલી કરી ઝઘડો કરી આંખ અને કપાળના ભાગે છરી વડે ઈજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text