ટંકારામાં જીઓ પોઈન્ટ પર સૌથી સસ્તો 4G ફોન લોન્ચ

- text


ટંકારા : ટેલિકોમ કંપની જીઓ દ્વારા દેશનો સૌથી સસ્તો 4G ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ટંકારામાં પણ જીઓ પોઈન્ટ પર દેશના સૌથી સસ્તા 4G અને હળવા ફોન JioBharat 4G digital lifeનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ટંકારા જીઓ પોઈન્ટ તરફથી ટંકારાના પંચમુખી હનુમાનજી મહારાજના પૂજારી સીતારામદાસ બાપુને આ પ્રથમ ફોન આપવામાં આવ્યો હતો. ટંકારા જીઓ પોઇન્ટના મેનેજર હિતેશ રામાનુજ અને ભાજપના કાર્યકર્તા નિલેશભાઈ પટણી‌ તથા પ્રતિકભાઈ પ્રજાપતિ તથા મેહુલભાઈ દરજી તરફથી સીતારામદાસ બાપુને પ્રથમ મોબાઈલ ફોન ગિફ્ટ આપીને ફોન લોન્ચ કરાયો હતો. ગ્રાહકોને આ ફોન ટંકારા જીઓ પોઈન્ટ પરથી મળી શકશે.

- text

- text