ભારે કરી… બાળકોને પૌષ્ટિક આહાર આપતી આંગણવાડી પશુઓના પૌષ્ટિક આહારનું ગોડાઉન બની ગઈ

- text


હળવદ તાલુકા પંચાયતના સભ્યે જ ડુંગરપુરની અગણવાડીમાં કબજો જમાવ્યો : તપાસનિશ અધિકારીઓની તપાસ બાદ પણ ખોળ કપાસિયાનો ધમધોકાર ધંધો

હળવદ : હળવદ તાલુકા પંચાયતના મહિલા સભ્ય અને તેના પતિએ ડુંગરપુરની અગણવાડીમાં કબજો જમાવ્યો હોવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મામલતદારને લેખિતમાં ફરિયાદ કરાઈ છે ! આંગણવાડીમાં બાળકોના અભ્યાસને બદલે આ દંપતિ દ્વારા આંગણવાડીમાં ખોળ કપાસ ભરવા માટે ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હોવાના આક્ષેપ સાથે રજુઆત કરાઈ છે.

હળવદના ડુંગરપુર ગામે રહેતા અશ્વિનભાઈ હનુભાઈ વિઠલાપરાએ મામલતદારને રજુઆત કરી હતી કે, અગાઉ ડુંગરપુર ગામે જૂની શાળા આવેલી હોય એને આંગણવાડી બનવવામાં આવી હતી. પણ નવી શાળા બનતા આંગણવાડીને પણ ત્યાં ખસેડી દેવામાં આવી છે. હાલ આ આંગણવાડીનો ગામના એક વ્યક્તિ હેમુભાઈ દ્વારા ગેર ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં હેમુભાઈના પત્ની તાલુકા પંચાયતના સભ્ય છે અને તેમના દ્વારા જ આંગણવાડીમાં ગેરકાયદે પેશકદમી કરીને કપાસિયા અને ખોળ ભરવામાં આવે છે. એટલે આંગણવાડીનો કપાસિયા અને ખોળના ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ફરિયાદને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી આ ફરિયાદમાં કેટલું તથ્ય તેની તપાસ કરીને અહેવાલ મોકલવાનો આદેશ આપ્યો છે.

જો કે, મજાની વાત એ છે કે જે તે સમયે તપાસ સમયે પણ અહીં ખોળ કપાસિયા ભરવામાં આવેલ હતા તેવું અધિકારીઓ જોઈ ગયા હોવા છતાં આજે પણ અહીં ગોડાઉન તરીકે ઉપયોગ ચાલુ હોય કડક જિલ્લા વિકાસ અધિકારી આ ગંભીર બાબતે કડક પગલા ભરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

જ્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી પ્રવીણભાઈ આંબારિયાનો સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારીએ તપાસ કરીને આ અંગેનો અહેવાલ અમને મોકલી આપ્યો છે જેથી હવે આગામી દિવસોમાં અહેવાલનો અભ્યાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

- text