હળવદના માણેકવાડા ગામે ગારાનો ધોલાઈ ઘાટ બનાવનાર સરપંચ ઘરભેગા

- text


રૂ.93 હજારની ગ્રાન્ટમાં સિમેન્ટને બદલે ગારાનું નબળું બાંધકામ કરવા બદલ સરપંચને સસ્પેન્ડ કરી દેવાયા

હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે રૂ. 93 હજારની ગ્રાન્ટમાં વોશિંગ ઘાટ બનાવવા માટે સિમેન્ટને બદલે ગારાનું નબળું બાંધકામ ગ્રામ પંચાયત દ્વારા કરી નાંખ્યા બાદ મીડિયામાં આ મુદ્દો ચમકતા ગ્રામ પંચાયતનો કાંડ બહાર આવ્યો હતો. આથી સિમેન્ટને બદલે ગારાનું નબળું બાંધકામ કરવા બદલ સરપંચને સસ્પેન્ડ કરી દેવાયા આવ્યા છે.

- text

હળવદના માણેકવાડા ગામે તળાવની પાળે મહિલાઓને કપડાં ધોવા માટે વોશિંગ ઘાટ બનાવવા સરકાર દ્વારા રૂ. 93 હજારની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. પણ માણેકવાડા ગ્રામ પંચાયતે જાણે એ ગ્રાન્ટની રકમ બરોબર હજમ કરી જવા માંગતા હોય તેમ વોશિંગ ઘાટ સિમેન્ટને બદલે ગારા-માટીનો ચણી નાખ્યો હતો. આથી આ બનાવનો તસવીરો સાથે સવિસ્તાર અહેવાલ મોરબી અપડેટમાં જે તે સમયે આવ્યા બાદ ગ્રામ પંચાયતે પોતાનો કાંડ ઢાકવા ગારા-માટીનું ચણતર રાતોરાત તોડી નાખ્યું હતું. પરંતુ મોરબી અપડેટના આ અહેવાલના પડઘા પડતા તંત્ર દ્વારા આ કૌભાંડની જરૂરી તપાસ કરતા તેમાં ગેરરીતિ થયાનું બહાર આવતા ગામના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

- text