હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે નરાધમોનો ગૌવંશ પર એસિડ એટેક

- text


પાંચ જેટલા ગૌવંશ પર એસિડ ફેકતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ

હળવદ : હળવદ પંથકમાં ગૌવંશ પર ક્રૂરતા આચરતા નરાધમો ફરી સક્રિય થયાના એંધાણ મળ્યા છે. જેમાં હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે નરાધમોએ ગૌવંશ પર એસિડ એટેક કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં નરાધમોએ પાંચ જેટલા ગૌવંશ પર એસિડ ફેકતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે ગૌવંશ પર એસિડથી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં કોઈ નરાધમોએ ગૌવંશ ઉપર ક્રૂરતા આચરી ત્રણ ચાર દિવસ પહેલા પાંચ જેટલા ગૌવંશ ઉપર એસિડ ફેંકવામાં આવ્યો હતો. એસિડ એટેકથી આ ગૌવંશની ગંભીર હાલત થઈ ગઈ છે. આ ગૌવંશની એસિડ એટેકથી ચામડી બળી ગઈ હોય ગામના સેવાભાવી યુવાનોએ સ્વ ખર્ચે ગાડી ભાડે કરી એક ગૌવંશને સારવાર અર્થે મોરબીની યદુનંદન ગૌશાળામાં ખસેડયા હતા. જ્યારે એક ગૌવંશ હાલત ગંભીર હોય પણ એ હાથમાં ન આવતા એને પકડીને સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવશે. જ્યારે અન્ય ત્રણ ગૌવંશની સ્થિતિ નોર્મલ જોવા મળી છે. નરાધમો ફરી સક્રિય થતા પોલીસ પણ એક્શનમાં આવીને કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text