મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જાગરણ નિમિત્તે દાંડિયા રાસ અને ફળ આહારનું આયોજન કરાયું

- text


મોરબી : મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતીના રાત્રી જાગરણમાં બહેનો-દીકરીઓને અન્ય કોઈ જગ્યાએ ના જવું પડે એવા ઉમદા હેતુથી મોરબી પરશુરામ ધામ ખાતે રાત્રી દાંડિયા રાસ અને ફળ આહારનું આયોજન કરી નવી પહેલ કરી હતી. જેનો બ્રહ્મ સમાજની બહેનો દીકરીઓએ લાભ લીધો હતો.

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતી રાત્રી જાગરણમાં આખી રાત બહેનો દીકરીઓને સાથે રહી જાગરણ કરાવવા માટેની અનોખી પહેલ કરી એક નવી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગત રાત્રે જાગરણ નિમિત્તે બ્રહ્મ સમાજની બહેનો-દીકરીઓએ પરશુરામધામ ખાતે પરંપરાગત ઢબથી માતાજીની પૂજા-અર્ચના કરી હતી અને રાસ ગરબા કર્યા હતા. આ ઉપરાંત સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી રમતો રમાડીને પણ બહેનો અને દીકરીઓને રાત્રી જાગરણ પૂર્ણ કરાવવા માં મોરબી પરશુરામ યુવા ગ્રુપના સભ્યોએ સાથે રહી જાગરણ પૂરું કરાવ્યું હતું. બહેનો-દીકરીઓ માટે ખાસ મોરા નાસ્તા જેમાં સુકીભાજી, વેફર, ફરાળી ચેવડો, દહી, કેળા સહિતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અન્ય લોકો માટે ભૂંગળા બટેટાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, મહામંત્રી જયદીપભાઈ મહેતા, ઉપપ્રમુખ મહિધરભાઈ દવે, ઉપપ્રમુખ કમલભાઈ દવે, ઉપપ્રમુખ ઋષિભાઈ મેહતા, મંત્રી વિજયભાઈ રાવલ, યજ્ઞેશભાઇ રાવલ, હર્ષભાઈ વ્યાસ, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઇ ભટ્ટ, હર્ષભાઈ જાની, કૌશલભાઈ દવે, ઉદયભાઈ જોશી, ધર્મભાઈ રાવલ, અભયભાઈ મેહતા, રવિરાજભાઈ પંડ્યા, મોરબી પરશુરામધામના ટ્રસ્ટી ભૂપતભાઈ પંડ્યા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.

- text

- text