પોલીસની સુરક્ષા વચ્ચે જાગરણ નિમિત્તે આખી રાત ધમધમ્યું મોરબી

- text


મોરબી : ગત રાત્રે જયા પાર્વતી વ્રતનું જાગરણ હોય આખી રાત લોકોએ વિવિધ જગ્યાએ જાગરણ ઉજવ્યું હતું. પોલીસ જવાનોની કડક સુરક્ષા વચ્ચે લોકોએ જાગરણની ઉજવણી કરી હતી. જાગરણને લઈને મોરબી શહેર આખી રાત ધમધમ્યું હતું.

મોરબી શહેરમાં કોઈ ખાસ ફરવાલાયક સ્થળ નથી. પાલિકા સંચાલિત કેશર બાગમાં પણ લાઈટનો અભાવ હોય લોકોને શહેરની અન્ય જગ્યાએ જાગરણ કરવું પડ્યું હતું. લોકોએ કેશર બાગની આસપાસ નવા મયુર બ્રિજ ઉપર, ગોલા બજાર અને સ્કાયમોલ સહિતની જગ્યાએ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. જાગરણ હોવાથી આખી રાત મોરબીની બજારો ધમધમી ઉઠી હતી. આ ઉપરાંત પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબીના પરશુરામધામ ખાતે બહેનો માટે જાગરણ નિમિત્તે વ્યવસ્થા કરવામાં આવી હતી અને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. પરશુરામધામ ખાતે નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ હતી.

મોરબીમાં જાગરણ નિમિત્તે પોલીસ જવાનોએ પણ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કમર કસી હતી. જેમાં 3 પીઆઈ, 4 પીએસઆઈ સહિતના 70 જેટલા પોલીસ જવાનોએ જુદા જુદા વિસ્તાર અને ચાર રસ્તા પર બંદોબસ્ત રાખ્યો હતો. પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કરાયું હતું. આ દરમિયાન છાકટા બનીને ફરતાં અને ઓવરસ્પીડમાં વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી પણ કરાઈ હતી. મોરબી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે કુલ 6 જેટલા વાહનો ડિટેઈન કર્યા હતા અને 5 જેટલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી.

- text

 

- text