હળવદ પાલિકાના સફાઈ કર્મચારીઓની લડતને સ્વયં સૈનિક દળનો ટેકો 

- text


સ્વયં સૈનિક દળ દ્વારા મોરબી કલેક્ટરને આવેદન આપી પુરા ગુજરાતમા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી

મોરબી : હળવદ નગરપાલિકા થકી સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાય રહ્યુ હોવાનો આરોપ લગાવી સફાઈ કર્મચારીઓની ન્યાયિક લડતને સ્વયં સૈનિક દળ દ્વારા ટેકો જાહેર કરી જો છેલ્લા દોઢ વર્ષથી ચાલતા એસ.સી. સમાજના સફાઈ કામદારોના આંદોલનને ન્યાય નહિ મળે તો સ્વયમ્ સૈનિક દળ દ્વારા પુરા ગુજરાતમા ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા મોરબી કલેક્ટર કચેરીએ આવદેનપત્ર આપવામા આવ્યુ જેમાં હળવદ છેલ્લા દોઢ વર્ષથી ચાલતા એસ.સી સમાજના સફાઈ કામદારોના આંદોલનને સમર્થન જાહેર કરી, આગળ જો ન્યાય નહિ મળે તો આવનારા સમય મા ગુજરાત ના તમામ એસ.સી. , એસ.ટી. સમાજ ના સામાજિક સંગઠનો સામાજિક સંસ્થાઓ આ આંદોલનને સમર્થન જાહેર કરીને ન્યાય માટે આગળ રણનીતિ અપનાવશે અને આ આંદોલનમા કંઈપણ અધટીત ધટશે તો તેની સંપૂર્ણ જવાબદારી હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર અને મોરબી જીલ્લા કલેકટરની અને વહીવટી તંત્રની રહેશે તેવું સ્પષ્ટ કર્યું છે.

વધુમાં આવેદનમાં જણાવાયું છે કે, હળવદ નગરપાલિકામા વર્ષ 2021મા રોસ્ટર પદ્ધતિ મુજબ જે ભરતી થયેલ સફાઈ કામદારો જેમા સાત જેટલા જનરલ કેટેગરીના ઉમેદવારનો સફાઈ કામદારોનો સમાવેશ થયેલ હતો.તેઓમાંથી ચાર જેટલા સફાઈ કામદારો પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને તેમાના ત્રણ સફાઈ કર્મચારી માંથી એક કર્મચારીએ તેમની ફરજ પરથી રાજીનામું મુકેલ છે તેમ છતાં હળવદ નગરપાલિકાએ તેમનુ રાજીનામુ મંજૂર કરેલ નથી અને બાકીના બે કર્મચારી પોતાની ફરજ નિભાવતા નથી છતાં પણ હળવદ નગરપાલિકા તેઓને તેમનુ પગાર ધોરણ આજદિન સુધી પુરતુ ચુકવવામાં આવે છે તેવી આશંકા છે અને તેમા કોઈ રાજકીય સંડોવણી હોય તેવુ લાગી રહ્યું છે. એસ.સી સમાજના સફાઈ કામદારો પાસે કામ કરાવવુ અને જનરલ વર્ગના સફાઈ કામદારો પાસે કામ ન કરાવીને હળવદ નગરપાલિકા થકી સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાય રહ્યું છે.

- text

ઉપરાંત સ્વચ્છ ભારત જેવા અભિયાન ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો ખરેખર જે કામદારો, જે સમાજ આ અભિયાન નો મુળભુત સ્ત્રોત છે તે કામદારો, સમાજ પ્રત્યે ભારત મા મનુવાદી વિચારધારા ધરાવતા લોકો અને સરકારી તંત્ર દ્વારા સામાજિક અસ્પૃશ્યતા નો ભોગ બને છે. ભારત મા સમરસતા ની વાતો કરવા વાળા અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના બણગાં ફુંકવાવાળા જો એસ.સી સમાજને હિન્દુ ધર્મમા ગણતરી કરતા હોય તો આ આંદોલનમા હિન્દુત્વનો ઠેકો લઈને બેઠેલા હિન્દુવાદી સંગઠનોએ આ આંદોલનને સમર્થન આપીને ન્યાય અપાવવા પહેલ કરવી જોઈએ.

આવદેનપત્ર થકી હળવદ નગરપાલિકામાંથી સંપૂર્ણ કોન્ટ્રાક્ટની પદ્ધતિ બંધ કરીને વાલ્મિકી સફાઈ કામદારોને કાયમી કરવા., રોસ્ટર પદ્ધતિથી ૨૦૨૧મા ભરતી કરેલા જનરલ વર્ગના સફાઈ કામદારો પાસેથી મુળભુત કામ ન લેવામા આવે અથવા ફરજ પર કામ ન કરવામા આવે તો તેમના રાજીનામા મંજૂર કરવા અથવા તેમને ફરજ પરથી બરતરફ કરવા.જનરલ વર્ગના સફાઈ કામદારો પાસેથી આજદિન સુધી મુળભુત કામ ન લેવામા આવેલ અને તેમને છાવરવામા તેની પાછળ જવાબદાર હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર અને તમામ વહીવટદાર ની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને ફરજ પરથી બરતરફ કરવામાં આવે. ગુજરાતના તમામ સફાઈ કામદારોને આધુનિક સુવિધાઓ સાધનો આપવામા આવે જેથી સાફ-સફાઇ, ગટરો સફાઇ જેવા કામોમા ગુંગડાઇને જીવ મુંઝવણ જેવા મુત્યુ મા ધટાડો થઈ શકે.તા.૩૦/૦૬/૨૦૨૩થી હળવદ નગરપાલિકા સામે પ્રતીક ઉપવાસ પર ઉતરેલા તમામ વાલ્મિકી સમાજના સફાઈ કામદારો જયા સુધી તેઓની આ માંગોને ન્યાય ન મળે તે દિવસ સુધીનુ રોજીદુ મહેનતાણું ચુકવવામા આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text