વાવાઝોડાના અસરગ્રસ્ત જુમાવાડી વિસ્તારના લોકો કેશ ડોલ્સ, નુકશાનીથી સહાયથી વંચિત

- text


જુમાવાડી વિસ્તારના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાકીદે કેશ ડોલ્સ, નુકશાનીથી સહાય ચુકવવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં આવેલા બીપોરજોય વાવાઝોડાએ નવલખી બંદરની બાજુમાં જુમાવાડી વિસ્તારમાં ભારે ખાનાખરાબી કરી હતી. પણ હજુ સુધી આ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત જુમાવાડી વિસ્તારના લોકોને કેશ ડોલ્સ અને નુકશાની સહાય ચૂકવામાં આવી નથી. આથી આ અસરગ્રસ્તોએ આજે કલેક્ટરને આવેદન પાઠવી નવલખી બંદરની બાજુમાં જુમાવાડી વિસ્તારના લોકોને કેશ ડોલ્સ સહિતની સહાય ચુકવવાની માંગ કરી છે.

- text

નવલખી બંદરની બાજુમાં જુમાવાડી વિસ્તારના લોકોએ આજે કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, ગત તા. ૧૩/૬ થી તા. ૧૬/૬ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાની આગાહીના સંદર્ભે જુમાવાડી વિસ્તારમાં રહેતા ૧૨૦૦થી વધુ લોકોને ન્યુ નવલખી પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર થવા માટે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેથી જુમાવાડી વિસ્તારના તમામ લોકો સ્થળાંતર થઈ ગયેલ હતાં. પરંતુ ૧૨૦૦થી વધુ લોકો પ્રાથમિક શાળા ખાતે રહી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીની સુચનાથી બાકીના લોકો તેમના સગા-સંબંધીના ઘરે સ્થળાંતર થઈ ગયેલ હતા. વાવાઝોડા બાદ તાલુકાની ટીમ દ્નારા કેશ ડોલ્સની સહાય ચુકવવામાં આવી હતી. ત્યારે તેમણે માત્ર પ્રાથમિક શાળામાં સ્થળાંતર લોકોને જ સહાય ચુકવવાની છે. તેમ જણાવેલ જેથી અમોએ તેનો અસ્વીકાર કર્યો હતો. જુમાવાડી વિસ્તારના તમામ ૧૨૦૦થી વધુ લોકો કે જેમનું સ્થળાંતર કરવામાં આવેલ તે તમામ લોકોને કેશ ડોલ્સ ચુકવવામાં આવે તથા ઘરવખરી નુકશાનીની સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.

- text